સ્માર્ટફોન આજે આપણા સૌની ભોજન જેટલી જ મહત્વની જરૂરત બની ગઇ છે. સ્માર્ટફોનમાં ચાર્જીંગ ના હોય તો આપણને ચેન નથી પડતું માટે જ હાલ દુનિયાની દરેક સ્માર્ટફોન કંપની પોતાના સ્માર્ટફોન સાથે વધુ થી વધુ ઝડપ વાળા ચાર્જર આપવાનો પ્રયાસ કરે છે. એમાં પણ થોડાં દિવસ પેહલા કરવામાં આવેલી એક જાહેરાત અનુસાર સ્માર્ટફોન બ્રાન્ડ હવેથી  પોતાના સ્માર્ટફોન માટે 240W આઉટપુટ વાળા ચાર્જર આપી શકશે. આ જાહેરાત કર્યા પછી એક જ દિવસમાં ચાઇનીઝ ટેકનોલોજી કંપની Xiaomi તરફથી આ ચાર્જર માર્કેટમાં ઉતારવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.

Xiaomi એ આજે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર એક વિડિયો દ્વારા જાહેર કર્યું છે તે આવનારા દિવસોમાં 200W આઉટપુટ વાળુ ફાસ્ટ ચાર્જર અને 120W આઉટપુટ વાળુ વાયરલેસ ચાર્જર લોન્ચ કરી શકે છે. Xiaomi એ આ જાહેરાતને વધુ આકર્ષિત રીતે દેખાડવા માટે આ ચાર્જર કેટલી ઝડપે કામ કરશે તેનો વિડિયો પણ ટ્વીટર પર શેર કર્યો છે.

આ વિડિયોમાં Xiaomi નો અત્યાર સુધીનો સૌથી સારો સ્માર્ટફોન Mi 11 Ultra સ્માર્ટફોન માત્ર 8 મિનિટમાં ફૂલ ચાર્જ થઇ જાય છે તેવું દેખાડવામાં આવ્યું છે. Xiaomi તરફથી તેના આ નવા ચાર્જરને HyperCharge નામ આપવામાં આવ્યું છે. આ ચાર્જર અત્યાર સુધીનું સૌથી ફાસ્ટ સ્માર્ટફોન ચાર્જર છે જે 4000mAhની બેટરીને માત્ર 8 મિનિટમાં ફૂલ ચાર્જ કરી આપવા સક્ષમ છે. Xiaomi નું આ નવું ચાર્જર એક 4000mAh બેટરી વાળા સ્માર્ટફોનને 10 ટકા ચાર્જ કરવા માટે માત્ર 44 સેકંડનો , 50 ટકા ચાર્જ કરવા માટે માત્ર 3 મિનિટનો અને ફૂલ ચાર્જ કરવા માટે 8 મિનિટનો સમય લેશે.

હાલ જોકે Xiaomi તરફથી તેના આ ચાર્જરના વિડિયો સિવાય બીજી કોઇ જાણકારી આપી નથી. આ ચાર્જર કોઈ સ્માર્ટફોન સાથે આવશે કે તેને અલગથી ખરીદવું રહી તેના વિશે અને આ સ્માર્ટફોન કયા સ્માર્ટફોનમાં આપવામાં આવશે તેવા મહત્ત્વના મુદ્દે Xiaomi તરફથી કોઇ પણ પ્રકારની ચોખવટ કરવામાં આવી નથી. Xiaomi તરફથી આ વિડિયોમાં તેના વાયરલેસ ચાર્જરની પણ કરામત દેખાડવામાં આવી છે જેમાં આ 120Wનુ વાયરલેસ ચાર્જર માત્ર 15 મિનિટમાં 4000mAh બેટરી વાળો સ્માર્ટફોન ફૂલ ચાર્જ કરી આપશે. જો આ બંને ચાર્જર થોડા દિવસોમાં લોન્ચ કરવામાં આવ્યા તો Xiaomi આ પ્રકારના ફાસ્ટ ચાર્જર બનાવતી પ્રથમ સ્માર્ટફોન બ્રાન્ડ બનશે.

ફાસ્ટ ચાર્જર મુદ્દે Xiaomi સિવાય અન્ય સ્માર્ટફોન બ્રાન્ડની વાત કરીએ તો OPPO તરફથી હાલ પોતાના સ્માર્ટફોન સાથે 125W આઉટપુટ વાળુ FlashCharjer આપવામાં આવે છે. આ ચાર્જર પણ એક 4000mAhની બેટરી ધરાવતા સ્માર્ટફોનને 20 મિનિટમાં ફૂલ ચાર્જ કરી આપવા સક્ષમ છે. Realme પણ પોતાના લેટેસ્ટ સ્માર્ટફોન સાથે 125W આઉટપુટ વાળુ UltraDart ચાર્જર આપે છે જે પણ અંદાજે OPPO ના ચાર્જર જેટલી જ ઝડપે સ્માર્ટફોન ફૂલ ચાર્જ કરી આપે છે. Realme તરફથી તેનું આ ફાસ્ટ ચાર્જર જોકે હજી સુધી ભારતમાં એક પણ સ્માર્ટફોનમાં આપવામાં આવ્યું નથી.


This free site is ad-supported. Learn more