Tech and Digital Media

Thursday, February 2, 2023

[New post] ChatGPT : ગૂગલને ધંધે લગાડનારી આ સિસ્ટમ છે શું? 20 ડોલર ખર્ચીને લોકો ગૂગલનો આ વિકલ્પ પસંદ કરશે?

Site logo image TECHTALK posted: " ગૂગલને આપણે સૌ ઓળખીએ છીએ. એ સર્ચ એન્જિન છે અને આપણને જોઈતી માહિતી ઈન્ટરનેટ પરથી શોધીને ગણતરીની સેકન્ડમા આપે છે. હવે ટેકનોલોજી જગતના નિષ્ણાતો એ વાતે ચર્ચાએ ચડ્યા છે કે ChatGPT નામની નવી સિસ્ટમ આવી ગઈ છે જે ગૂગલને રેલો લાવી દેશે. તો પછી ChatGPT છે શું અ" Tech Talk

ChatGPT : ગૂગલને ધંધે લગાડનારી આ સિસ્ટમ છે શું? 20 ડોલર ખર્ચીને લોકો ગૂગલનો આ વિકલ્પ પસંદ કરશે?

TECHTALK

Feb 2

ગૂગલને આપણે સૌ ઓળખીએ છીએ. એ સર્ચ એન્જિન છે અને આપણને જોઈતી માહિતી ઈન્ટરનેટ પરથી શોધીને ગણતરીની સેકન્ડમા આપે છે. હવે ટેકનોલોજી જગતના નિષ્ણાતો એ વાતે ચર્ચાએ ચડ્યા છે કે ChatGPT નામની નવી સિસ્ટમ આવી ગઈ છે જે ગૂગલને રેલો લાવી દેશે.

તો પછી ChatGPT છે શું અને શા માટે ગૂગલે તેનાથી ખતરો છે એ સમજવા પ્રયાસ કરીએ. ChatGPTએ હકીકતે ચેટબોટ છે. ચેટબોટથી આપણે સૌ વાકેફ છીએ. ચેટબોટ એ એક પ્રકારનો રોબોટ છે, જેનું નામ કમ્પ્યુટરમાં પહેલેથી ફીટ થયેલા જવાબ આપવાનું છે. આપણે એમેઝોનમાંથી કંઈ મંગાવીએ અને પરત આપવાનુ થાય તો ચેટિંગ માટે બોક્સ ખુલે. મોટે ભાગે શરુઆતમાં તો બધા જવાબો ચેટબોટ જ આપે. પછી પ્રશ્ન વધારે અઘરો હોય તો સામેની ટીમમાંથી કોઈ આવીને આપણી વાત સાંભળે.

We are piloting ChatGPT Plus, a subscription plan that offers faster response times and reliability during peak hours. And of course, the free tier of ChatGPT is still available. https://t.co/2hEBw6h5Se

— OpenAI (@OpenAI) February 1, 2023

દુનિયાની અનેક કંપનીઓ આ રીતે ચેટબોટનો ઉપયોગ કરે છે. એમાં ChatGPT ચેટબોટે હાહાકાર મચાવી દીધો છે. કેમ કે એ માત્ર ગોખેલા નહીં વિચારેલા જવાબો આપે છે. એટલે જ તો મેડિકલ, વકીલ, મેનેજમેન્ટ વગેરેની પરીક્ષા ChatGPTએ પાસ કરી લીધી છે. તેને પ્રશ્ન પૂછવામાં આવે કે કેલિફોર્નિયા રાજ્યના બદામના પાક વિશે નિબંધ લખો તો કોઈ જાણકારે લખ્યો હોય એવો નિબંધ લખી આપે છે.

OpenAI નામની કંપનીએ આ ChatGPTનું સર્જન કર્યું છે. ઓપનએઆઈના નામમાં એઆઈ છે, જેનો અર્થ થાય છે કૃત્રિમ બુદ્ધિ અથવા તો અક્કલ હોય એવુ મશીન. મશીનને જો અક્કલ આવી જાય તો પછી એ મનુષ્ય સાથે સ્પર્ધા કરે એને કેટલી વાર? હકીકત એવી છે કે ચેટ-જીપીટીના કિસ્સામાં બધાને એવુ લાગે છે કે એ અક્કલવાળુ મનુષ્ય થઈ ગયુ છે. દુનિયાની અગ્રણી ટેકનોલોજી કંપનીઓ વર્ષોથી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે કે AI પર જંગી રોકાણ કરીને સંશોધન કરી રહી છે. એમાં આ ઓછી જાણીતી કંપની અચાનક ટપકી પડી અને છવાઈ પણ ગઈ છે. ગૂગલમાં આપણે કંઈક સર્ચ કરીએ તેની માહિતી મળે પણ તેમાંથી આપણા કામની માહિતી તારવવી મુશ્કેલ છે.

જ્યારે ChatGPTતો આપણે જે પૂછીએ તેનો જવાબ લખી આપે છે, એટલે તેની ઉપયોગીતા વધી જાય છે. ChatGPT શું શું કરી શકે એ માટે વિવિધ પરીક્ષાઓ લેવાઈ રહી છે અને પરીક્ષામાં આ ચેટબોટ અવ્વલ નંબરે પાસ થઈ રહ્યો છે. એટલું જ નહીં ChatGPT દ્વારા વપરાશનો ચાર્જ પણ જાહેર કરી દેવાયો છે. કેટલીક સુવિધાઓ ફ્રી રહેશે, પરંતુ પછી વધારે ઉપયોગ કરવો હશે તો મહિને 20 ડોલર ચૂકવવાના છે.

આ 20 ડોલરનો ચાર્જ જ કદાચ ChatGPT માટે અડચણ બની શકે, કેમ કે ગૂગલ બધી સુવિધા મફત આપે છે. ગૂગલે આખા જગતને મફતની ટેવ આપી દીધી છે એટલે ChatGPT ગૂગલનો વિકલ્પ બને એવી શક્યતા ઓછી છે.

Comment
Like
Tip icon image You can also reply to this email to leave a comment.

Unsubscribe to no longer receive posts from Tech Talk.
Change your email settings at manage subscriptions.

Trouble clicking? Copy and paste this URL into your browser:
https://techtalkgujarati.wordpress.com/2023/02/02/chatgpt-%e0%aa%97%e0%ab%82%e0%aa%97%e0%aa%b2%e0%aa%a8%e0%ab%87-%e0%aa%a7%e0%aa%82%e0%aa%a7%e0%ab%87-%e0%aa%b2%e0%aa%97%e0%aa%be%e0%aa%a1%e0%aa%a8%e0%aa%be%e0%aa%b0%e0%ab%80-%e0%aa%86-%e0%aa%b8/

Powered by WordPress.com
Download on the App Store Get it on Google Play
at February 02, 2023
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest

No comments:

Post a Comment

Newer Post Older Post Home
Subscribe to: Post Comments (Atom)

[New post] ‘Everyone Is Freaking Out’: Disney Explores Sale of ABC Network and Stations Amid Financial Challenges

...

  • [New post] Xiaomi’s Mi Smart Band 6 NFC is finally available in Europe officially
    Tech News For Today posted: "Xiaomi's Mi Smart Band 6 NFC is finally available in Europe officially At Xiaomi's bi...
  • [New post] ‘Everyone Is Freaking Out’: Disney Explores Sale of ABC Network and Stations Amid Financial Challenges
    ...
  • [New post] Things to Keep in Mind When Creating a Health Mobile App | HackerNoon
    Techi...

Search This Blog

  • Home

About Me

Tech and Digital Media
View my complete profile

Report Abuse

Labels

  • 【ANDROID STUDIO】navigation
  • 【FLUTTER ANDROID STUDIO and IOS】backdrop filter widget
  • 【GAMEMAKER】Scroll Text
  • 【PYTHON】split train test
  • 【Visual Studio Visual Csharp】Message Box
  • 【Visual Studio Visual VB net】Taskbar properties
  • 【Vuejs】add dynamic tab labels labels exceed automatic scrolling

Blog Archive

  • September 2023 (502)
  • August 2023 (987)
  • July 2023 (954)
  • June 2023 (1023)
  • May 2023 (1227)
  • April 2023 (1057)
  • March 2023 (985)
  • February 2023 (900)
  • January 2023 (1040)
  • December 2022 (1072)
  • November 2022 (1145)
  • October 2022 (1151)
  • September 2022 (1071)
  • August 2022 (1097)
  • July 2022 (1111)
  • June 2022 (1117)
  • May 2022 (979)
  • April 2022 (1013)
  • March 2022 (982)
  • February 2022 (776)
  • January 2022 (681)
  • December 2021 (1197)
  • November 2021 (3156)
  • October 2021 (3212)
  • September 2021 (3140)
  • August 2021 (3271)
  • July 2021 (3205)
  • June 2021 (2984)
  • May 2021 (732)
Powered by Blogger.