[New post] ભારતમાં કેટલા લોકો GAMING ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગે છે ?
TECHTALK posted: " ટેકનોલોજીના આ યુગમાં ગેમિંગ થકી પણ પૈસા કમાવવાના કેટલાક વિકલ્પ ઉપલબ્ધ છે. આ વાત જાણનારો એક મોટો વર્ગ પાછલા કેટલાક વખતમાં ગેમિંગ તરફ વળ્યો છે. કારણ કે આ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાના ઘણા વિકલ્પ ઉપલબ્ધ છે. ઉપરાંત ગેમિંગ તે માનસિક તણાવને પણ દૂર કરી આપે છે. " Tech Talk
ટેકનોલોજીના આ યુગમાં ગેમિંગ થકી પણ પૈસા કમાવવાના કેટલાક વિકલ્પ ઉપલબ્ધ છે. આ વાત જાણનારો એક મોટો વર્ગ પાછલા કેટલાક વખતમાં ગેમિંગ તરફ વળ્યો છે. કારણ કે આ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાના ઘણા વિકલ્પ ઉપલબ્ધ છે. ઉપરાંત ગેમિંગ તે માનસિક તણાવને પણ દૂર કરી આપે છે. ભારતમાં ગેમિંગ ને પ્રોત્સાહન મળે તે માટે Hp ઇન્ડિયા દ્વારા એક નવતર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં મોબાઇલ પર ગેમ રમતા ગેમર્સને લેપટોપ ગેમિંગ તરફ વાળવાનો પ્રયત્ન કરવામાં આવશે.
એચપી ઈન્ડિયા ગેમિંગ લેન્ડસ્કેપ સ્ટડી 2022 અનુસાર, ભારતીય ગેમર્સેને ગેમિંગમાં કેરિયર બનાવવાની ઈચ્છા દર્શાવી છે. આ અભ્યાસ માટે દેશના 14 શહેરોમાં આશરે 2000 જવાબ આપનારાઓને પસંદ કરવામાં આવ્યા હતા જેમણે જણાવ્યું કે ગેમિંગ થી સારી કમાણી કરવાની સાથો-સાથ મલ્ટીપલ કેરિયર વિકલ્પોની ઉપલબ્ધતાઓને ધ્યાનમાં રાખતા ગેમર્સ તેને પસંદ કરી રહ્યાં છે.
ભારતમાં એચપીની ગેમિંગ સ્ટડી પર આ બીજી આવૃતિમાં, પીસી ને ગેમિંગ માટે સૌથી વધુ પસંદગીનું ડિવાઈઝ દર્શાવવામાં આવ્યું છે. 68 ટકા ગેમર્સએ પીસીને પહેલી પસંદગી દર્શાવી કેમ કે તેનાથી સારા પ્રોસેસર્સ, ડિઝાઈન અને ગ્રાફિક્સના રૂપમાં લાભ મળે છે અને ઈમર્સિવ ડિસ્પ્લે પણ અનુભવને વધુ સારો બનાવે છે
કેરિયર વિકલ્પ તરીક ગેમિંગ
આ અભ્યાસ અનુસાર, આશરે બે-તૃતીયાંશ સીરીયસ ગેમર્સ એ ગેમિંગને ફુલ-ટાઈમ કે પાર્ટ-ટાઈમ કેરિયર તરીકે અપનાવવાની ઈચ્છા દર્શાવી છે. ગેમર્સના આ તરફના આકર્ષણનું એક વધુ કારણ છે કે તેઓ પોતાના શોખને કેરિયરમાં બદલવાની સંભાવના પણ અજમાવવા માંગે છે. ગેમિંગને મનોરંજન અને રિલેક્સેશન (92%), માનસિક સક્રિયતા વધારવા(58%) અને સોશ્યલાઈઝીંગ(52%)ના સ્ત્રોત રૂપે પણ જોવામાં આવે છે.
ભારતમાં ગેમિંગ ઈન્ડસ્ટ્રીના વિકાસ થી ભારતીય ગેમર્સના આ ક્ષેત્રમાં કેરિયર બનાવવાના વિભિન્ન પ્રસંગોને ચકાસવાની તક મળી રહી છે. પરંતું ગેમર બનવું સૌથી વધુ પસંદ છે. જ્યારે ઈન્ફ્લુએન્સર અથવા ગેમિંગ સોફ્ટવેર ડેવલપર તરીકે પણ કેરિયર બનાવવાની ઈચ્છા દર્શાવનારા ઘણા લોકો છે.
વિક્રમ બેદી, સીનિયર ડાયરેક્ટર, પર્સનલ સિસ્ટમ્સ, એચપી ઈન્ડિયા માર્કેટ જણાવે છે કે"ભારતમાં જેમ જેમ ગેમિંગ ઈન્ડસ્ટ્રી આગળ વધી રહી છે, તેને જોતા ગેમિંગને એક કેરિયર વિકલ્પ તરીકે જોવાય છે. દેશના પીસી ગેમિંગ લેન્ડસ્કેપમાં યુવાઓ માટે જબરજસ્ત તક ઉપલબ્ધ છે. એચપીમાં અમે ગેમર્સને OMEN કમ્યુનિટી પહેલ હેઠળ, જાણકારી, સાધન અને તકો ઉપલબ્ધ કરાવવા અને કૌશલ્ય વર્ધનના તેમના સફરમાં સહયોગ કરીને તેમને આગળ વધવાની તક આપવા માંગીયે છે."
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે "પીસી ગેમિંગને વધુ પસંદ થવું એ અમારા માટે એક ખુબ જ સુંદર બિઝનેશની તક છે. અમે યુઝ ઈન્સાઈટ્સના આધાર પર સર્વશ્રેષ્ઠ અનુભવ પુરો પાડવા માટે પ્રતિબદ્ધ છીએ જેથી ભારતમાં ગેમિંગના સંપૂર્ણ અને વ્યવસ્થિત ગેમિંગ ઈકોસિસ્ટમ તૈયાર થઈ શકે."
પીસીએ ગેમિંગના સર્વોત્તમ પસંદગીના ડિવાઈઝ તરીકે ઓળખ બનાવી પીસી ગેમિંગના ફાયદાને ધ્યાનમાં રાખતા મોબાઈલ ગેમર્સ પણ તેને અપનાવવા માટે ઉત્સાહી છે. 39 ટકા મોબાઈલ ગેમર્સ માટે પીસીને પસંદ કરવાની ઈચ્છા દર્શાવી છે.
ગેમિંગ માટે પીસીને ઘણા લોકો દ્વારા પસંદ કરવામાં આવે છે તેના મુખ્ય કારણો –
ગેમિંગ થી જાતી આધારીત મર્યાદાઓ પણ ઓછી થઈ રહી છે
ભારતમાં મહિલા ગેમર્સની સંખ્યા વધી રહી છે. મહિલાઓ હવે માત્ર ગેમિંગમાં કેરીયર બનાવવા ઉત્સુક છે, પરંતુ તેઓ પોતાના શોખને પ્રોફેશન(50%) માં બદલવાની પણ ઈચ્છા ધરાવે છે અને તેમાં તેમને કમાણીની સારી તક(45%) દેખાઈ રહી છે.
મહિલાઓ ગેમિંગને કેરિયર વિકલ્પ તરીકે અપનાવવાને આપી રહી છે પ્રાથમિકતા -
ગેમિંગમાંથી શીખવા અને વિકાસની તક
એચપી ઈન્ડિયાના આ અભ્યાસ અનુસાર, માત્ર 2 ટકા ભાગલેનારાઓ એ જ ગેમિંગમાં ઔપચારિક પ્રશિક્ષણ મેળવ્યું છે. જ્યારે મોટાભાગના ગેમર્સ ગેમીંગ પર્ફોમન્સ માટે વ્યક્તિગત કૌશલ્યવર્ધન પર નિર્ભર છે, 32 ટકા લોકો તેમના કૌશલ્યને વિકસાવવા માટે ગેમિંગના સ્ટારને ફોલો કરે છે.
ભારતમાં ગેમિંગ ઈકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે એચપીની પહેલ ગેમર્સ હંમેશાથી જ પોતાની ગેમને વધુ સારી બનાવવા માટે પોતાને વધુ કૌશલ્યવાન બનાવવા અને કન્ટેન્ટ કન્ઝ્યુમ કરવા પર ભાર આપે છે. OMEN પ્લેગ્રાઉન્ડ કોમ્યુનિટી માટે, એચપી ગેમર્સ માટે અપસ્કિલ, એન્ગેજ અને એમ્પાવર કરવાના ઉદ્દેશથી વન-સ્ટોપ સોલ્યુશન છે. આ પ્લેગ્રાઉન્ડમાં, પ્રો ગેમર્સ દ્વારા વીડિયો ઉપલબ્ધ કરાવવામાં આવે છે જેથી તેનાથી શીખી OMEN સ્કોવોડનો ભાગ બની શકાય. તે સિવાય, એચપીએ ઘણા જાણીતા ઈન્ડિયન ગેમર્સ સાથે પણ જોડાણ કર્યું છે જેથી પ્રેરણાદાયી અને ગેમર બનવાની આકાંક્ષા રાખનારા ગેમર્સ માટે નિયમિતરૂપ થી કન્ટેન્ટ ઉપલબ્ધ કરાવી શકાય.
વિધિ 2022માં કરવામાં આવેલ સર્વેમાં કુલ 2010 ભાગલેનારાઓ હતા જે ભારના 14 ટાયર 1 અને ટાયર 2 શહેરોમાંથી હતાં. ઈન્ટરવ્યું માટે 18 થી 40 વર્ષની ઉંમરના 75 ટકા પુરુષો અને 25 ટકા સ્ત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તેમાં 60 ટકા પીસી યુઝર્સ જ્યારે 40 ટકા મોબાઈલ ફોન યુઝર્સ હતાં.
No comments:
Post a Comment