Tech and Digital Media

Friday, November 25, 2022

[New post] ‘ટ્રુ 5G ફોર ઓલ’ : તમામ જિલ્લા મુખ્ય મથક પર 5G સેવા મેળવનાર ગુજરાત પ્રથમ રાજ્ય

Site logo image TECHTALK posted: " રિલાયન્સની જન્મભૂમિ ગુજરાત આજથી તમામ 33 જિલ્લા મથકોમાં જિયો ટ્રૂ 5G મેળવનાર ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે 'જિયો વેલકમ ઑફર' ગ્રાહકોને કોઈ વધારાના ખર્ચ વિના 1 Gbpsથી વધુની સ્પીડ સાથે અમર્યાદિત 5G ડેટા મળશે એજ્યુકેશન, હેલ્થકેર, એગ્રીકલ્ચર, ઈન્ડસ્ટ્રી" Tech Talk

'ટ્રુ 5G ફોર ઓલ' : તમામ જિલ્લા મુખ્ય મથક પર 5G સેવા મેળવનાર ગુજરાત પ્રથમ રાજ્ય

TECHTALK

Nov 25

  • રિલાયન્સની જન્મભૂમિ ગુજરાત આજથી તમામ 33 જિલ્લા મથકોમાં જિયો ટ્રૂ 5G મેળવનાર ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે
  • 'જિયો વેલકમ ઑફર' ગ્રાહકોને કોઈ વધારાના ખર્ચ વિના 1 Gbpsથી વધુની સ્પીડ સાથે અમર્યાદિત 5G ડેટા મળશે
  • એજ્યુકેશન, હેલ્થકેર, એગ્રીકલ્ચર, ઈન્ડસ્ટ્રી 4.0 અને IOT સેક્ટરમાં જિયો ટ્રુ 5G-સંચાલિત પહેલોની શ્રેણી શરૂ કરશે
  • રિલાયન્સ ફાઉન્ડેશન અને જિયો તેના પ્રથમ અભિયાન 'એજ્યુકેશન-ફોર-ઑલ' માટે સાથે મળીને કનેક્ટિવિટી અને એજ્યુકેશન પ્લેટફોર્મ સાથે શરૂઆતમાં ગુજરાતની 100 શાળાઓને ડિજિટાઇઝ કરે છે

ભારતમાં 5G નેટવર્ક શરૂ થયું એને બે મહિના જેટલો સમય થઈ ચૂક્યો છે. ભારતની અગ્રણી ટેક કંપનીઓએ પોતપોતાની રીતે તે માટેની તૈયારી શરૂ કરી દીધી છે. રિલાયન્સ જિયોએ પણ દેશભરમાં પોતાના 5G નેટવર્કની જાળ પાથરવાનું શરૂ કરી દીધું છે અને ગુજરાત પણ તેમાંથી બાકાત નથી.

જિયો તેના ટ્રુ 5G નેટવર્કને ખૂબ જ ઝડપી ગતિએ લોન્ચ કરી રહ્યું છે. આજે જિયોએ તેના ટ્રુ-5જી કવરેજને ગુજરાતના 33 જિલ્લા મુખ્યમથકો સુધી પહોંચાડીને એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે, જેનાથી તમામ જિલ્લા મુખ્યમથકોના 100% વિસ્તારમાં જિયો ટ્રૂ 5G કવરેજ મેળવનાર ગુજરાત ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે.

ગુજરાત એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે કારણ કે તે રિલાયન્સની જન્મભૂમિ છે. આ વ્યૂહાત્મક જાહેરાત ગુજરાત અને તેની જનતાને સમર્પિત છે. એક આદર્શ રાજ્ય તરીકે ગુજરાતમાં જિયો શિક્ષણ, આરોગ્યસંભાળ, કૃષિ, ઉદ્યોગ 4.0 અને IOT ક્ષેત્રોમાં ટ્રુ 5G-સંચાલિત અભિયાનોની શ્રેણી શરૂ કરશે અને પછી તેને સમગ્ર દેશમાં વિસ્તારશે.

ગુજરાતમાં આ શુભ-આરંભ એક મહત્વપૂર્ણ ટ્રુ 5જી-સંચાલિત પહેલ 'એજ્યુકેશન-ફૉર-ઑલ' સાથે થશે, જેમાં રિલાયન્સ ફાઉન્ડેશન અને જિયો શરૂઆતમાં ગુજરાતમાં 100 શાળાઓને ડિજિટાઇઝ કરવા માટે સાથે આવી રહ્યા છે.

આ પહેલ શાળાઓને આ પ્રકારની સુવિધાઓથી સજ્જ કરશે:
1. જિયોટ્રૂ5G કનેક્ટિવિટી
2. એડવાન્સ કન્ટેન્ટ પ્લેટફોર્મ
3. શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે સમન્વય માટે પ્લેટફોર્મ
4. સ્કૂલ મેનેજમેન્ટ પ્લેટફોર્મ

આ ટેક્નોલોજીની તાકાત થકી દેશભરના લાખો વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ દ્વારા સશક્તિકરણની ડિજિટલ સફરમાં એક અનોખી સુવિધા મળશે.

રિલાન્યસ જિયો ઇન્ફોકોમ લિમિટેડના અધ્યક્ષ શ્રી આકાશ એમ. અંબાણીએ જણાવ્યું કે, "અમને આપને જાણ કરતાં કરતાં ગર્વ થાય છે કે ગુજરાત હવે પ્રથમ રાજ્ય છે જેના 100% જિલ્લા મથકો અમારા મજબૂત ટ્રુ 5G નેટવર્ક સાથે જોડાયેલા છે. અમે આ ટેક્નોલોજીની વાસ્તવિક શક્તિ અને તે કેવી રીતે એક અબજ લોકોના જીવનને અસર કરી શકે તે દર્શાવવા માંગીએ છીએ.

આપણા માનનીય વડાપ્રધાનના ફોકસ એરિયામાં શિક્ષણ મહત્વનું સ્થાન ધરાવે છે. આગામી 10-15 વર્ષોમાં 300-400 મિલિયન કુશળ ભારતીયો વર્કફોર્સમાં જોડાય તેવી શક્તિની કલ્પના કરો. તે દરેક ભારતીયને તેમનું જીવનધોરણ બહેતર બનાવવાની સાથે સાથે વર્ષ 2047 સુધીમાં એક વિકસિત અર્થતંત્ર બનવાના આપણા માનનીય વડાપ્રધાનના વિઝનને પણ સાકાર કરવામાં મદદ કરશે.

રિલાયન્સ ફાઉન્ડેશન પહેલેથી જ એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ ફોર ઑલ (ESA) નામનો પ્રોગ્રામ ચલાવે છે, જ્યાં તે ગુણવત્તાયુક્ત શિક્ષણ અને રમતગમતમાં તકો ઊભી કરવાની સાથે પાયાના સ્તરે યુવાનોને સક્ષમ અને સશક્ત બનાવે છે. જિયો અને રિલાયન્સ ફાઉન્ડેશન 'એજ્યુકેશન ફોર ઑલ' અભિયાનને એક નવા સ્તરે લઈ જશે અને શક્તિશાળી 5G ટેક્નોલોજીનો ઉપયોગ કરીને પ્લેટફોર્મ્સ સાથે શાળાઓનું ડિજિટાઈઝેશન કરશે અને તેમને ભારત અને વિશ્વમાં શ્રેષ્ઠત્તમની સમકક્ષ લાવશે.

5G થોડા લોકો માટે વિશેષાધિકાર અથવા આપણાં મોટા શહેરોમાં ઉપલબ્ધ એક વિશિષ્ટ સેવા બનીને ન રહી જાય. તે સમગ્ર ભારતના દરેક નાગરિક, દરેક ઘર અને દરેક વ્યવસાય માટે ઉપલબ્ધ હોવું જોઈએ. ત્યારે જ આપણે આપણા સમગ્ર અર્થતંત્રમાં ઉત્પાદકતા, કમાણી અને જીવનધોરણમાં અસાધારણ રીતે વધારો કરી શકીશું, જેનાથી આપણા દેશમાં એક સમૃદ્ધ અને સમાવિષ્ટ સમાજનું નિર્માણ થશે. આ અમારી સાતત્યપૂર્ણ માન્યતા છે, જે અમારી વી કેર ફિલસૂફીથી પણ પ્રેરિત છે."

25મી નવેમ્બરથી ગુજરાતમાં જિયોના ગ્રાહકોને કોઈ વધારાના ખર્ચ વિના 1 Gbps+ સુધીની ઝડપે અનલિમિટેડ ડેટાનો અનુભવ કરવા માટે જિયો વેલકમ ઑફર માટે આમંત્રિત કરવામાં આવશે.

જિયો ટ્રૂ 5Gનો ત્રણ ગણો ફાયદો છે જે તેને ભારતમાં એકમાત્ર ટ્રૂ 5G નેટવર્ક બનાવે છે:

  • 4G નેટવર્ક પર કોઈપણ પ્રકારની નિર્ભરતા વગર અદ્યતન 5G નેટવર્ક સાથે સ્ટેન્ડઅલોન 5G આર્કિટેક્ચર
  • 700 MHz, 3500 MHz અને 26 GHz બેન્ડમાં 5G સ્પેક્ટ્રમનો સૌથી મોટો અને શ્રેષ્ઠ સમન્વય
  • કેરિયર એગ્રિગેશન કે જે કેરિયર એગ્રીગેશન નામની અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને 5G ફ્રીક્વન્સીઝને એક જ મજબૂત "ડેટા હાઇવે" માં એકીકૃત કરીને જોડે છે.

5Gની શુભ શરૂઆત : જીઓનું ટ્રુ 5G ભારતના પાંચ શહેરોમાં ઉપલબ્ધ થશે.

Comment
Like
Tip icon image You can also reply to this email to leave a comment.

Unsubscribe to no longer receive posts from Tech Talk.
Change your email settings at manage subscriptions.

Trouble clicking? Copy and paste this URL into your browser:
https://techtalkgujarati.wordpress.com/2022/11/25/gujrat-become-first-state-to-have-5g-in-all-cities/

Powered by WordPress.com
Download on the App Store Get it on Google Play
at November 25, 2022
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest

No comments:

Post a Comment

Newer Post Older Post Home
Subscribe to: Post Comments (Atom)

[New post] ‘Everyone Is Freaking Out’: Disney Explores Sale of ABC Network and Stations Amid Financial Challenges

...

  • [New post] Xiaomi’s Mi Smart Band 6 NFC is finally available in Europe officially
    Tech News For Today posted: "Xiaomi's Mi Smart Band 6 NFC is finally available in Europe officially At Xiaomi's bi...
  • [New post] ‘Everyone Is Freaking Out’: Disney Explores Sale of ABC Network and Stations Amid Financial Challenges
    ...
  • [New post] Things to Keep in Mind When Creating a Health Mobile App | HackerNoon
    Techi...

Search This Blog

  • Home

About Me

Tech and Digital Media
View my complete profile

Report Abuse

Labels

  • 【ANDROID STUDIO】navigation
  • 【FLUTTER ANDROID STUDIO and IOS】backdrop filter widget
  • 【GAMEMAKER】Scroll Text
  • 【PYTHON】split train test
  • 【Visual Studio Visual Csharp】Message Box
  • 【Visual Studio Visual VB net】Taskbar properties
  • 【Vuejs】add dynamic tab labels labels exceed automatic scrolling

Blog Archive

  • September 2023 (502)
  • August 2023 (987)
  • July 2023 (954)
  • June 2023 (1023)
  • May 2023 (1227)
  • April 2023 (1057)
  • March 2023 (985)
  • February 2023 (900)
  • January 2023 (1040)
  • December 2022 (1072)
  • November 2022 (1145)
  • October 2022 (1151)
  • September 2022 (1071)
  • August 2022 (1097)
  • July 2022 (1111)
  • June 2022 (1117)
  • May 2022 (979)
  • April 2022 (1013)
  • March 2022 (982)
  • February 2022 (776)
  • January 2022 (681)
  • December 2021 (1197)
  • November 2021 (3156)
  • October 2021 (3212)
  • September 2021 (3140)
  • August 2021 (3271)
  • July 2021 (3205)
  • June 2021 (2984)
  • May 2021 (732)
Powered by Blogger.