[New post] Samsung તરફથી ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો લેટેસ્ટ 5G સ્માર્ટફોન, જાણો શું છે વિશેષતા
TECHTALK posted: " કોરિયન સ્માર્ટફોન બ્રાન્ડ Samsung તરફથી ભારતમાં તેનો લેટેસ્ટ 5G સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યો છે. Samsung પોતાના દરેક સ્માર્ટફોનમાં મોટાભાગે સારી વિશેષતા આપવા માટે જાણીતી બ્રાન્ડ છે ત્યારે આ ફોનમાં પણ Samsung દ્વારા રસપ્રદ ફિચર્સ ઉમેરવામાં આવ્યા છે. "
કોરિયન સ્માર્ટફોન બ્રાન્ડ Samsung તરફથી ભારતમાં તેનો લેટેસ્ટ 5G સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યો છે. Samsung પોતાના દરેક સ્માર્ટફોનમાં મોટાભાગે સારી વિશેષતા આપવા માટે જાણીતી બ્રાન્ડ છે ત્યારે આ ફોનમાં પણ Samsung દ્વારા રસપ્રદ ફિચર્સ ઉમેરવામાં આવ્યા છે.
અત્યારે ભારતમાં 5G નેટવર્ક સપોર્ટ કરે તેવા સ્માર્ટફોન લોકોને વધુ પસંદ પડે છે ત્યારે Samsung તરફથી આજે ભારતમાં તેનો લેટેસ્ટ 5G સ્માર્ટફોન Galaxy M53 5G લોન્ચ કરી દીધો છે. Samsung તરફથી તેના આ લેટેસ્ટ સ્માર્ટફોનમાં મીડિયાટેકનું પ્રોસેસર વાપરવામાં આવ્યું છે જેના ચાલતા આ સ્માર્ટફોન માધ્યમ ભાવે ભારતમાં ઉપલબ્ધ થશે. તે સિવાય Samsung તરફથી તેના આ ફોનમાં સારી ગુણવત્તા વાળી સ્ક્રીન, Water resistant, ટ્રીપલ કેમેરા સેટઅપ, ફાસ્ટ ચાર્જર વગેરે સુવિધાઓ પણ આપી છે. Samsung તરફથી તેના આ 5G સ્માર્ટફોન સાથે બે અન્ય ફોન Galaxy M53 અને Galaxy M73 પણ લોન્ચ કરવામાં આવ્યા છે.
Samsung Galaxy M53 5Gની કિંમત અને ક્લર ઓપ્શન :
6GB + 128GB - ₹23,999 8GB + 128GB - ₹25,999
કલર ઓપ્શન : Blue અને Green
Samsung Galaxy M53 5G ભારતમાં 29 એપ્રિલ બપોર બાર વાગ્યાથી ઉપલબ્ધ થશે. આ ફોનને ભારતમાં Amazon, Samsung.com તેમજ અન્ય રિટેલ સ્ટોર્સ પરથી ખરીદી શકાશે. Samsung તરફથી તેના આ ફોનના પ્રિ બુકિંગ કરાવવા પર આકર્ષક ઑફર પણ રાખવામાં આવી છે.
Samsung Galaxy M53 5Gની વિશેષતા.....
સ્ક્રીન : 6.7 ઇંચની Full HD+ Infinity O Super AMOLED+ ડિસ્પ્લે, 120Hz રીફ્રેશ રેટ અને Gorilla Glass 5ની સુરક્ષા સાથે
પ્રોસેસર : ઓક્ટા કોર MediaTek Dimensity 900 SoC
ઓપરેટિંગ સિસ્ટમ : One UI 4.1
રેમ : 6GB / 8GB
સ્ટોરેજ : 128GB
મેઈન કેમેરો : 108+8+2+2 મેગાપિક્ષલ
સેલ્ફી કેમેરો : 32 મેગાપિક્ષલ
બેટરી : 5000 mAh
ચાર્જર : 25W આઉટપુટ વાળુ ફાસ્ટ ચાર્જર, USB ટાઈપ C કેબલ સાથે
કનેક્ટિવિટી : 5G, 4G LTE, Wi-Fi, Bluetooth v5.2 અને GPS/ A-GPS
No comments:
Post a Comment