TECHTALK posted: " TRAI (Telecom Regulatory Authority of India) દ્વારા દર મહિને ઇન્ટરનેટ સ્પીડનો રિપોર્ટ જાહેર કરવામાં આવે છે. ટ્રાઇ દ્વારા આ મહિને પણ ભારતના ટોચના ઈન્ટરનેટ કનેક્શન પ્રોવાઈડરોની ઈન્ટરનેટ સ્પીડનો એક એહવાલ બહાર પાડવામાં આવ્યો છે. આ એહવાલ મુજબ ભારતમાં માર્ચ-એપ"
TRAI (Telecom Regulatory Authority of India) દ્વારા દર મહિને ઇન્ટરનેટ સ્પીડનો રિપોર્ટ જાહેર કરવામાં આવે છે. ટ્રાઇ દ્વારા આ મહિને પણ ભારતના ટોચના ઈન્ટરનેટ કનેક્શન પ્રોવાઈડરોની ઈન્ટરનેટ સ્પીડનો એક એહવાલ બહાર પાડવામાં આવ્યો છે. આ એહવાલ મુજબ ભારતમાં માર્ચ-એપ્રિલ મહિનામાં JIO દ્વારા સૌથી ટોપ ઈન્ટરનેટ સ્પીડ આપવામાં આવી છે.
માર્ચ મહિનામાં 21.1 મેગાબાઇટ પ્રતિ સેકન્ડની ડાઉનલોડ સ્પીડ સાથે રિલાયન્સ જિયોએ 4G સર્વિસ પ્રોવાઇડર્સમાં ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે, તેમ ટેલીકોમ રેગ્યૂલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઈ)ના તાજેતરના આંકડાકીય અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું. વોડાફોન આઈડિયા (VIL) અને ભારતી એરટેલે 17.9 મેગાબીટ પ્રતિ સેકન્ડ (mbps) અને 13.7 mbps સ્પીડ નોંધાવી હતી, જે નજીવો ઘટાડો દર્શાવે છે, જોકે છેલ્લા છ મહિનામાં બંને કંપનીઓએ જિયોની 4G ડાઉનલોડ સ્પીડની સરખામણીએ તેમના નેટવર્ક પર મળતી સ્પીડમાં નજીવો વધારો કરવામાં સફળ રહી છે.
જિયોની સરેરાશ 4G ડાઉનલોડ સ્પીડ ફેબ્રુઆરીમાં 20.6 mbpsથી માર્ચમાં લગભગ 2.5 ટકા વધીને 21.21 mbps થઈ ગઈ છે. VIL અને એરટેલ નેટવર્કે અગાઉના મહિનાની સરખામણીમાં માર્ચમાં અનુક્રમે 2.7 ટકા અને 8.6 ટકાનો વધારો નોંધાવ્યો હતો. ડેટા દર્શાવે છે કે BSNL નેટવર્કે 6.1 mbpsની ડાઉનલોડ સ્પીડ નોંધાવી છે.
VILએ માર્ચમાં 4G ડેટા અપલોડ સ્પીડના ક્ષેત્રે તેનું પ્રભુત્વ જાળવી રાખ્યું હતું. કંપનીના નેટવર્કે 8.2 mbpsની અપલોડ સ્પીડ નોંધાવી છે. ડાઉનલોડ સ્પીડ ગ્રાહકોને ઈન્ટરનેટ પરથી કન્ટેન્ટ એક્સેસ કરવામાં સક્ષમ બનાવે છે, જ્યારે અપલોડ સ્પીડ તેમને તેમના સંપર્કોને પિક્ચર્સ અથવા વીડિયો મોકલવામાં મદદ કરે છે.
જિયોએ 7.3 mbpsની સરેરાશ ઝડપ સાથે અપલોડ ચાર્ટમાં VILની પાછળ રહ્યું છે. એરટેલ અને BSNL નેટવર્કે માર્ચમાં અનુક્રમે 6.1 mbps અને 5.1 mbpsની અપલોડ સ્પીડ નોંધાવી હતી. સરેરાશ ઝડપની ગણતરી TRAI દ્વારા તેની માયસ્પીડ એપ્લિકેશનની મદદથી રિયલ-ટાઇમ આધાર પર સમગ્ર ભારતમાં જે ડેટા એકત્રિત કરવામાં આવે છે તેના આધારે કરવામાં આવે છે.
No comments:
Post a Comment