[New post] ગુજરાતને ડિઝિટલ યુગ તરફ આગળ વધારવાઆઇસીઇસીડી -એમેઝોન ઇન્ડિયાએ ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં વિદ્યાર્થીઓને મોબાઈલ ટેબલેટ્સનું વિતરણ કર્યું
TECHTALK posted: " હાલના રોગચાળાની સાથે, સમગ્ર વિશ્વએ એક ડિઝિટલ યુગ તરફ આગળ વધી રહ્યું છે. ડિઝિટલ મીટિંગ્સ, ઓનલાઈન શિક્ષણ, ઓનલાઈન પારિવારિક મુલાકાતએ ઘણી પ્રસિદ્ધિ મેળવી છે. પણ ગ્રામ્ય વિસ્તારો અને જેમની પાસે કોઈ ડિઝિટલ ડિવાઈસીસનું એક્સેસ નથી તેવા હજારો વિદ્યાર્થીઓનું શું? "
હાલના રોગચાળાની સાથે, સમગ્ર વિશ્વએ એક ડિઝિટલ યુગ તરફ આગળ વધી રહ્યું છે. ડિઝિટલ મીટિંગ્સ, ઓનલાઈન શિક્ષણ, ઓનલાઈન પારિવારિક મુલાકાતએ ઘણી પ્રસિદ્ધિ મેળવી છે. પણ ગ્રામ્ય વિસ્તારો અને જેમની પાસે કોઈ ડિઝિટલ ડિવાઈસીસનું એક્સેસ નથી તેવા હજારો વિદ્યાર્થીઓનું શું?
આઇસીઇસીડીના આ પ્રોજેક્ટએ એમેઝોન ઇન્ડિયાના એક સીએસઆર પ્રોજેક્ટ તરીકે એક સાકલ્યવાદી સોશિયો- ઇકોનોમિક ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ 2017માં શરૂ કરવામાં આવ્યો હતો. છેલ્લા 5 વર્ષમાં આઇસીઇસીડીએ દાસક્રોય અને બાળવા તાલુકાના 12 ગામડામાં કામ કર્યું છે, જેમાં બગોદરા, શિયાલ, ગાંગાદ, રૂપાલ, કાવેથા, રાસમ, રાજોડા, બાવળા, મિરોલી, જેતલપુર, વસઇનો સમાવેશ થાય છે અને તેમને 1,50,000ની વસ્તીને આવરી લીધી છે. ગામડાના સાકલ્યવાદી સોશિયો-ઇકોનોમિક ડેવલોપમેન્ટમાં ગામને તેમની શ્રેષ્ઠ કામગીરી કરવાની હોય તેવી તમામ બાબતોને સ્પર્શવાની બાબતોનો સમાવેશ થશે. આઇસીઇસીડીના 35 વર્ષની નિપૂર્ણતાએ આ વિસ્તારોના ગામની જરૂરિયાતને ઓળખવા તરફ આગળ વધારે છે, જેમાં આંત્રપ્રિન્યોરશીપ, સ્કીલ ડેવલોપમેન્ટ, આંગણવાડીને સક્ષમ બનાવવા જેવી બાબતનો સમાવેશ થાય છે, આરોગ્ય નિવારક, વૃક્ષ વાવણી, નેતાગીરીને મજબુત કરવીની સાથોસાથ ડિઝીટલ શિક્ષણ જેવી બાબતોને સ્પર્શી છે.
મહામારીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, પ્રાથમિક શાળાઓમાં શિક્ષણની સ્થગિતતાના કારણે ગ્રામ્ય વિસ્તારોએ ખુબ જ મુશ્કેલીઓનો સામનો કર્યો છે કેમ કે ગરીબ વિસ્તારમાં બાળકો પાસે ઈન્ટરનેટ કે ડિજીટલ ગેજેટ્સ નો એક્સેસ ન હતો. આ સમય દરમ્યાન, અમેઝોન ઈન્ડિયાની નાણાકીય સહાયની મદદથી, આઈસીઈસીડીએ આજે રીમોટ વિસ્તારમાં 50 ટેબ્લેટનું વિતરણ કર્યું હતું. 500થી વધુ બાળકો હવે જ્યારે શાળાઓ ઓનલાઈન છે ત્યારે શિક્ષણ એક્સેસ કરી શકશે. શ્રી ડો. કુબેર ડિન્ડોર, મીનીસ્ટર ઓફ સ્ટેટ ફોર હાયર એન્ડ ટેક્નિકલ એજ્યુકેશન એન્ડ લેજીસ્લેટીવ એન્ડ પાર્લીમેન્ટરી અફેર્સે હાજરી આપીને કાર્યક્રમની શોભા વધારી હતી જ્યાં 250થી વધુ શિક્ષકો, પ્રિન્સિપાલ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યાં હતાં. ઈવેન્ટ ખાતે પોતાના મંતવ્ય વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે આઈઈસીઈડી દ્વારા કૌશલ્ય શિક્ષણ અને એન્ત્રપ્રિન્યોરશીપ ક્ષેત્ર માનવતાવાદી પહેલો હાથ ધરી છે તેનાથી ખુબ જ પ્રસન્ન છું. તદ્ઉપરાંત, જરૂરીયાતના સમયે તમે સમાજના સૌથી જરૂરિયાતમંદ વર્ગને ટેબ્લેટ આપ્યા છે, જે ખુબ જ આગળ જશે.
માત્ર આજ નહિં, ગ્રામ્ય શાળાઓમાં ડિજીટલ શિક્ષણની જરૂરીયાતને જોતા, આઈસીઈસીડીએ 24 શાળાઓમાં શિક્ષકોની ક્ષમતા વધારવા અને તેમને અદ્યતન ડિજીટલ કૌશલ્યની તાલીમ આપી હતી જેથી ઓનલાઈન એજ્યુકેશનની દુનિયાને જાણી શકે. મહામારીના સમય દરમ્યાન, આઈસીઈસીડીએ આ શિક્ષકોને 24x7 ટ્રબલ શુટ એક્સેસ આપ્યુ હતું જેથી તેમની ટેક્ સમસ્યાઓને ઉકેલી શકે અને તેમનું ઓનલાઈન એજ્યુકેશન ચાલુ રાખી શકે. માત્ર એટલું જ નહિં, આઈસીઈસીડીએ આ સ્કુલોને ડિજીટલ એજ્યુકેશન અભ્યાસક્રમ અને ક્લાસરૂમ સ્થાપવા માં મદદ કરી હતી જેથી આ રીમોટ વિસ્તારની શાળાઓમાં જરૂરી બદલાવ લાવી શકે. "સમાજ માટે ઉપયોગી થવાની આ એક મોટી તક છે અને છેવાડાની મોટાભાગની શાળાઓમાં ટેબલેટનું વિતરણ કરવું એ આપણા માટે શિક્ષણને ગ્રામીણ ગુજરાતના ખૂણે ખૂણે લઈ જવાની તક છે". તેમ શ્રીમતી હિના શાહ, ડિરેક્ટર, આઈસીઈસીડી જણાવે છે.
આઈસીઈસીડીનું હસ્તક્ષેપ માત્ર બાળકોને જ અસર કરતુ નથી. આઈસીઈસીડીનું મુખ્ય ફોકસ ક્ષેત્ર આંત્રપ્રિન્યોરશીપ છે અને આ ક્ષેત્રોમાં યુવાનોને સૂક્ષ્મ વ્યવસાયના માલિકો બનવાની તાલીમ આપે છે. છેલ્લા 5 વર્ષમાં, આઈસીઈસીડીએ 300 પુરુષ અને સ્ત્રીઓને એન્ટરપ્રિન્યોર્સ બનવા માટે તાલીમ આપી હતી અને તેમને ઘણાંને ઈ-કોમર્સ વેબસાઈટ્સ સાથે એવી રીતે જોડ્યા હતા કે જેથી ગ્રામ્ય ઉત્પાદનને રાષ્ટ્રીયસ્તરે ઈન્ટરનેટ પર વેચી શકાય.
આવનારા વર્ષોમાં ડિજીટલ દુનિયા તરફ આળગ વધવું એ કોઈ પણ ગામડા માટે હવે પછીનું પગલુ છે. આઈસીઈસીડી એક સમયે એક ગામડું કરીને ગામડાઓને આ મુશ્કેલીમાંથી બહાર લાવવા મદદ કરી રહી છે.
No comments:
Post a Comment