[New post] Titan EyeX : કેવા છે TITAN ના સ્માર્ટ ગ્લાસિસ !
TECHTALK posted: " Titan Eye+ દ્વારા પાછલા 5 જાન્યુઆરીએ એક અનોખા ચશ્મા લોન્ચ કરવામાં આવ્યા છે. Titan દ્વારા આવતા પ્રોડક્ટ આમ તો ખૂબ ઊંચી ગુણવત્તા વાળા હોય જ છે પણ Titan ના આ નવા ચશ્મા મોંઘા હોવાની સાથે અનોખા પણ છે. Titan દ્વારા તેના આ નવા ચશ્મા EyeX માં ઘણી રસપ્રદ વિશેષતાઓ"
Titan Eye+ દ્વારા પાછલા 5 જાન્યુઆરીએ એક અનોખા ચશ્મા લોન્ચ કરવામાં આવ્યા છે. Titan દ્વારા આવતા પ્રોડક્ટ આમ તો ખૂબ ઊંચી ગુણવત્તા વાળા હોય જ છે પણ Titan ના આ નવા ચશ્મા મોંઘા હોવાની સાથે અનોખા પણ છે. Titan દ્વારા તેના આ નવા ચશ્મા EyeX માં ઘણી રસપ્રદ વિશેષતાઓ આપવામાં આવી છે જે રોજિંદા જીવનમાં ઘણી ઉપિયોગી થાય તેમ છે.
Titan દ્વારા તેના નવા સ્માર્ટ ચશ્મા EyeX લોન્ચ કરવામાં આવ્યા છે જેની ભારતમાં કિંમત ₹9,999થી શરૂ થશે. આ ચશ્માની ફ્રેમની કિંમત ₹9,999 છે જ્યારે તેના વિવિધ પ્રકારના કાંચના વિકલ્પ ઉમેરવા પર આ ચશ્માની કિમત ₹11,998 સુધી જશે. Titan EyeX ચશ્મા આવતી 10 જાન્યુઆરીથી એટલે કે કાલથી ભારતમાં ખરીદી માટે ઉપલબ્ધ થશે. ભારતમાં આ ચશ્માને Titan Eye+ ના ઓફિસિયલ સ્ટોર્સ પરથી અને વેબસાઈટ પરથી ખરીદી શકાશે.
Titan EyeX ચશ્માની વિશેષતા......
Titan EyeX ચશ્મામાં Qualcomm નું એક ખાસ ડિઝાઇન કરેલું પ્રોસેસર આપવામાં આવ્યું છે જેનું નામ કંપની દ્વારા જાહેર કરવામાં આવ્યું નથી.
આ ચશ્મામાં કંપની તરફથી Bluetooth v5.0નું કનેક્ટિવિટી વિકલ્પ આપવામાં આવ્યું છે જેના કારણે આ ચશ્મા Android અને iOS ઉપકરણો સાથે સેહલાઇથી કનેક્ટ કરી શકાશે.
Titan EyeX ચશ્મામાં TWS ટેકનોલોજીનો ઉપિયોગ કરવામાં આવ્યો છે જેના કારણે યૂઝરને મ્યૂઝિક અને આસપાસનો અવાજ બંને એક સાથે સંભળાય શકશે.
Titan EyeX ચશ્માને સ્માર્ટફોન સાથે કનેક્ટ કર્યા બાદ આ ચશ્મા યૂઝરને રસ્તો બતાવશે અને ફોનમાં આવેલા નોટિફિકેશન વિશે પણ જાણકારી આપશે. સાથે જ આ ચશ્મામાં Clear Voice Capture (CVC) ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે જેના કારણે આ ચશ્મા પોતાની રીતે જરૂર મુજબ અવાજ ઓછો વધુ કરી આપશે.
આ ચશ્મા યૂઝરને ફિટનેસ અંગે પણ માહિતી આપશે અને સ્વસ્થ રેહવામાં મદદરૂપ થશે.
Titan EyeX ચશ્મામાં કંપની તરફથી IP54 સર્ટીફીકેટ આપવામાં આવ્યું છે જેના કારણે આ ચશ્મા ધૂળ અને પાણી સામે સંપૂર્ણ સુરક્ષિત રેહશે.
Titan EyeX ચશ્મા સિંગલ ચાર્જ પર એક સાથે 8 કલાકનું બેટરી બેકઅપ આપશે તેમજ આ ચશ્માંનું માપ 124x 140x 40 mm છે.
No comments:
Post a Comment