[New post] INTEL દ્વારા તેનું નવું પ્રોસેસર જાહેર કરવામાં આવ્યું, જાણો શું છે વિશેષતા
TECHTALK posted: " કોમ્પ્યુટર માટે ઉત્તમ ગુણવત્તા વાળા પ્રોસેસર બનાવતી કંપની Intel દ્વારા આજે તેની લેટેસ્ટ પ્રોસેસર Intel i9-12900KS જાહેર કર્યું છે. ઇન્ટેલ તરફથી આવતા પ્રોસેસર તેના ખૂબ ઊંચી ગુણવત્તા વાળા પરફોર્મન્સ માટે જાણીતા છે જ્યારે ઇન્ટેલનું આ નવું પ્રોસેસર તો આજદિન "
કોમ્પ્યુટર માટે ઉત્તમ ગુણવત્તા વાળા પ્રોસેસર બનાવતી કંપની Intel દ્વારા આજે તેની લેટેસ્ટ પ્રોસેસર Intel i9-12900KS જાહેર કર્યું છે. ઇન્ટેલ તરફથી આવતા પ્રોસેસર તેના ખૂબ ઊંચી ગુણવત્તા વાળા પરફોર્મન્સ માટે જાણીતા છે જ્યારે ઇન્ટેલનું આ નવું પ્રોસેસર તો આજદિન સુધીનું સૌથી ફાસ્ટ પ્રોસેસર છે.
પાછલા થોડા દિવસથી અમેરિકા ખાતે ચાલી રહેલા Customer Technology Association (CES) ના પ્રદર્શન ખાતે દુનિયાભરની ટેકનોલોજી કંપની પોતાના પ્રોડક્ટ જાહેર કરી રહી છે ત્યારે ઇન્ટેલ દ્વારા પણ પોતાનું આજદિન સુધીનું સૌથી ફાસ્ટ પ્રોસેસર આ કાર્યક્રમમાં જાહેર કરવામાં આવ્યું છે. ઇન્ટેલ તરફથી જાહેર કરવામાં આવેલું આ નવું પ્રોસેસર Alder Lake પ્રકારનું પ્રોસેસર છે અને આ પ્રોસેસરની મહત્તમ સ્પીડ 5.2GHz છે. મહત્વની વાત તે છે કે આ પ્રોસેસર માત્ર એક કોરની મદદથી આટલી સ્પીડ મેળવી શકશે અને જ્યારે એકથી વધુ કોરનું કામ પડશે ત્યારે આ પ્રોસેસરનું મહત્તમ સ્પીડ 5.5GHz હશે.
ઇન્ટેલ દ્વારા 2019માં તેની i9 સીરીઝ લોન્ચ કરવામાં આવી હતી જેના દરેક નવા પ્રોસેસરની સ્પીડમાં આ કંપની 40 ટકાનો વધારો કરે છે. હાલમાં ઇન્ટેલ દ્વારા લોન્ચ કરવામાં આવેલું i9-12900KS પ્રોસેસર કુલ 8 કોર પર આધારિત છે અને તેનું મહત્તમ પરફોર્મન્સ પણ 8 કોરનું જ છે. ઇન્ટેલ દ્વારા લોન્ચ કરવામાં આવેલું આ પ્રોસેસર AMD દ્વારા CES ખાતે જાહેર કરાયેલા Ryzen 7 5800X3D ને હરીફાઈ આપે તેમ છે.
ઇન્ટેલ દ્વારા તેનું આ પ્રોસેસર આવશે તેની જાહેરાત કરી દેવામાં આવી છે પણ આ પ્રોસેસર કઈ કિંમતે બજારમાં ઉપલબ્ધ થશે તેની કોઈ જાણકારી હજી સુધી આપવામાં આવી નથી. જોકે ઇન્ટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે i9-12900KS પ્રોસેસર 2022ના મધ્ય સુધીમાં દુનિયાભરમાં ખરીદી માટે ઉપલબ્ધ થઈ જશે.
No comments:
Post a Comment