Nokiaના સ્માર્ટફોન તેની મજબૂતાઇ અને ટકાઉપણા માટે પાછલા ઘણા વર્ષોથી લોકોની પેહલી પસંદ રહ્યા છે. Nokia તરફથી પાછળ અમુક વર્ષોમાં ખૂબ સારી ગુણવત્તા વાળ એન્ડ્રોઈડ સ્માર્ટફોન રજૂ કરવામાં આવ્યા છે જેને ગ્રાહકો દ્વારા સારો પ્રતિસાદ પણ મળ્યો છે. Nokia તરફથી આજે ભારતમાં તેનો નવો બજેટ સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યો છે જેની સાથે આ કંપનીએ એક આકર્ષક ઓફર પણ જાહેર કરી છે.

Nokia તરફથી આજે ભારતમાં તેનો નવો બજેટ સ્માર્ટફોન Nokia C30 લોન્ચ કરવામાં આવ્યો છે. Nokia તરફથી આવતો આ નવો સ્માર્ટફોન ઓછી કિંમતે સારી વિશેષતા સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. Nokia તરફથી તેના આ ફોનમાં 6000 mAhની વિશાળ બેટરી આપવામાં આવી છે જેની સાથે આ ફોનમાં કિંમત પ્રમાણે ઊંચી ગુણવત્તા વાળી સ્ક્રીન અને સારો કેમેરો પણ આપવામાં આવ્યો છે. Nokia C30 સ્માર્ટફોનમાં વિશાળ બેટરી હોવા છતાં પણ આ ફોન માત્ર 10W આઉટપુટ વાળુ ચાર્જર જ સપોર્ટ કરશે જે કદાચ ગ્રાહકોને પસંદ ન પડે તેવી બાબત છે પરંતુ આ ફોનના બાકીના તમામ ફિચર્સ રસપ્રદ છે.

Nokia C30ની કિંમત અને કલર ઓપ્શન :

3GB + 32GB - ₹10,999
4GB + 64GB - ₹11,999

કલર ઓપ્શન: Green અને White

Nokiaનો આ નવો બજેટ સ્માર્ટફોન ભારતમાં હાલ ખરીદી માટે ઉપલબ્ધ છે. ભારતમાં આ ફોનને Nokia.com, Amazon, ફ્લિપકાર્ટ વગેરે જેવા ઓનલાઈન સ્ટોર અને અન્ય રિટેલ સ્ટોર્સ પરથી ખરીદી શકાશે.

Nokia પોતાના આ ફોન માટે જીઓ સાથે મળીને એક ઑફર લોન્ચ કરી છે જેમાં આ સ્માર્ટફોન ખરીદ્યા બાદ MyJio એપ્લીકેશન પર લોગ ઈન કરવાથી 1000 રૂપિયાનું કેશબેક મેળવી શકાશે. આ ઑફરનો લાભ લેવા માટે ગ્રાહકે સ્માર્ટફોન ખરીદ્યાના પંદર દિવસમાં જીઓનું કાર્ડ ખરીદી MyJio એપ્લીકેશન પર એકાઉન્ટ બનાવવું પડશે. Nokiaની જાહેરાત અનુસાર ગ્રાહકને MyJio એપ્લીકેશન પર લોગ ઈન કર્યા બાદ 30 મિનિટમાં UPI દ્વારા 1,000 રૂપિયાનું કેશબેક બેંક એકાઉન્ટમાં મળી જશે.

Nokia C30ની વિશેષતા......

સ્ક્રીન: 6.82 ઇંચની HD+ ડિસ્પ્લે

પ્રોસેસર: ઓકટા કોર Unisoc SC9863A SoC

ઓપરેટિંગ સિસ્ટમ: Android 11 (Go Edition)

રેમ: 3GB / 4GB

સ્ટોરેજ: 32GB / 64GB , 256GB સુધી વધારી શકાય તેવું

મેઈન કેમેરો: 13+2 મેગાપિક્ષલ

સેલ્ફી કેમેરો: 5 મેગાપિક્ષલ

બેટરી: 6000 mAh

ચાર્જર: 10W આઉટપુટ વાળુ સ્ટાન્ડર્ડ ચાર્જર

કનેક્ટિવિટી: 4G LTE, Wi-Fi 802.11 b/g/n, Bluetooth v4.2 અને GPS/ A-GPS

સેન્સર: Ambient Light Sensor, Proximity Sensor અને Accelerometer


This free site is ad-supported. Learn more