Vivo ની સબ બ્રાન્ડ iQoo તરફથી આજે ચીન ખાતે તેનો નવો મીડ રેન્જ સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યો છે. iQoo એ હાલ થોડા દિવસ પહેલા જ પોતાની Z5 સ્માર્ટફોન લોન્ચ કર્યો છે જેમાં આ કંપની તરફથી ઘણા અનોખા ફિચર્સ આપવામાં આવ્યા છે. એન્ડ્રોઈડ સ્માર્ટફોનમાં સૌથી સારા સોફટવેર આપવા માટે પણ iQoo જાણીતી બ્રાન્ડ છે.

iQoo તરફથી આજે ચીન ખાતે તેનો નવો મીડ રેન્જ સ્માર્ટફોન iQoo Z5x લોન્ચ કરવામાં આવ્યો છે. iQoo તરફથી તેના આ નવા ફોનમાં MediaTek નું Dimensity 900 SoC  પ્રોસેસર આપવામાં આવ્યું છે જે 5G નેટવર્ક સપોર્ટ કરશે જેની સાથે iQoo ના આ નવા ફોનમાં ઘણા મહત્વના ગેમિંગ ફિચર્સ અને કેમેરા ફિચર્સ પણ ઉમેરવામાં આવ્યા છે. iQoo તરફથી તેના આ ફોનમાં બે મેઈન કેમેરા આપવામાં આવ્યા છે જેની સાથે મોટી બેટરી અને ફાસ્ટ ચાર્જીંગ જેવી સુવિધાઓ પણ આ ફોનમાં જોવા મળશે. iQoo તરફથી હાલમાં તેનો Z5 સ્માર્ટફોન લોન્ચ કર્યો છે તેના જેવી જ સુવિધા iQoo Z5x ફોનમાં પણ જોવા મળશે.

iQoo Z5x ની કિંમત અને કલર ઓપ્શન :

6GB + 128GB - ¥1,599 (₹18,800)
8GB + 128GB - ¥1,699 (₹20,000)
8GB + 256GB - ¥1,899 (₹22,300)

કલર ઓપ્શન: Black , White અને Sandstone Orange

iQoo Z5x સ્માર્ટફોન હાલ ચીન પૂરતો જ મળશે જ્યાં તે ખરીદી માટે 30 ઓક્ટોબરથી ઉપલબ્ધ થશે. iQoo તરફથી હાલ ચીન સિવાય બીજા કોઈ દેશમાં આ ફોન ક્યારે લોન્ચ થશે તેની જાણકારી આપવામાં આવી નથી.

iQoo Z5xની વિશેષતા.....

સ્ક્રીન: 6.58 ઇંચની Full HD+ ડિસ્પ્લે, 120Hz રીફ્રેશ રેટ સાથે

પ્રોસેસર: MediaTek Dimensity 900 SoC

ઓપરેટિંગ સિસ્ટમ: Android 11 પર આધારિત Origin OS 1.0

રેમ: 8GB LPDDR4x રેમ

સ્ટોરેજ: 256GB UFS 3.1 સ્ટોરેજ

મેઈન કેમેરો: 50+2 મેગાપિક્ષલ

સેલ્ફી કેમેરો: 8 મેગાપિક્ષલ

બેટરી: 5000 mAh

ચાર્જર: 44W આઉટપુટ વાળુ ફ્લેશ ચાર્જર, USB ટાઈપ C કેબલ સાથે

કનેક્ટિવિટી: 5G, 4G LTE, Wi-Fi 6, Bluetooth v5.2, GPS/ A-GPS અને NFC

સેન્સર: Accelerometer, Ambient Light Sensor, Proximity Sensor અને Magnetometer

માપ: 163.95 x75.30 x8.5 mm

વજન: 189 ગ્રામ

Image Source: iQoo China


This free site is ad-supported. Learn more