પ્રીમિયમ અને ડિઝાઇનર સ્માર્ટફોન બનાવતી બ્રાન્ડ Huawei તરફથી આજે તેની નવી P50 સીરીઝના બે નવા સ્માર્ટફોન ચીન ખાતે લોન્ચ કરવામાં આવ્યા છે. Huawei તરફથી આવતા  તેની આ નવી સીરીઝના બંને સ્માર્ટફોન Huawei P50 અને P50 Pro પ્રીમિયમ ગુણવત્તા વાળા સ્માર્ટફોન છે જેમાં આ કંપની તરફથી ઘણી અનોખી અને રસપ્રદ વિશેષતા આપવામાં આવી છે.

Huawei તરફથી તેની P50 સીરીઝના બે નવા સ્માર્ટફોન ચીન ખાતે લોન્ચ કરવામાં આવ્યા છે જેમાં આ કંપની તરફથી અત્યાર સુધીના સૌથી સારા પ્રોસેસર આપવામાં આવ્યા છે. Huawei P50 સ્માર્ટફોનમાં આ કંપની તરફથી Snapdragon 888 પ્રોસેસર આપવામાં આવ્યું છે જેની સામે P50 Pro સ્માર્ટફોન માટે Snapdragon 888 અને Kirin 9000 બંને પ્રોસેસરના વિકલ્પ જોવા મળશે. Huawei તરફથી આપવામાં આવતા આ બંને પ્રોસેસર 5G છે તેમ છતાં P50 સીરીઝના બંને સ્માર્ટફોન 4G રાખવામાં આવ્યા છે.

Huawei તરફથી તેની આ P50 સીરીઝમાં ખૂબ ઉમદા ગુણવત્તા વાળો કેમેરો પણ આપવામાં આવ્યો છે. DxOMark ના એક રિવ્યૂ અનુસાર અત્યાર સુધી સૌથી સારો Android કેમેરો Mi 11 Ultra નો હતો પરંતુ હાલના નવા રિવ્યૂ અનુસાર હવે સૌથી સારો Android કેમેરો Huawei P50 Pro સ્માર્ટફોનનો છે. Huawei તરફથી તેની આ P50 સીરીઝની અન્ય વિશેષતા પણ ખૂબ સારી આપવામાં આવી છે જેમાં મોટી બેટરી, ફાસ્ટ ચાર્જર અને સારી ગુણવત્તા વાળી સ્ક્રીનનો સમાવેશ થાય છે.

Huawei P50 સીરીઝની કિંમત અને કલર ઓપ્શન:

Huawei P50 Pro
Snapdragon 888 Varient:

8GB + 128GB - ¥5,988 (₹68,800)
8GB + 256GB - ¥6,488 (₹74,800)

Kirin 9000 Varient:

12GB + 512GB - ¥8,488 (₹97,500)

કલર ઓપ્શન: Cocoa Tea Gold, Dawn Powder, Rippling Clouds, Snowy White અને Yao Gold Black

Huawei P50

8GB + 128GB - ¥4,488 (₹51,800)
8GB + 256GB - ¥4,988 (₹57,300)

કલર ઓપ્શન: Cocoa Tea Gold, Snowy White અને Yao Gold Black

Huawei ના આ બંને સ્માર્ટફોન હાલ તેની વેબસાઇટ પર પ્રિ બુકિંગ માટે ઉપલબ્ધ છે જ્યારે Huawei P50 Pro and P50 સ્માર્ટફોન ખરીદી માટે સપ્ટેમ્બરમાં ઉપલબ્ધ થશે.

Huawei P50 Proની વિશેષતા....

સ્ક્રીન: 6.6 ઇંચની OLED Curved ડિસ્પ્લે, 120 Hz રીફ્રેશ રેટ સાથે

પ્રોસેસર: HiSilicon Kirin 9000 / Qualcomm Snapdragon 888 SoC

ઓપરેટિંગ સિસ્ટમ: Android 11 પર આધારિત HarmonyOS 2

રેમ: 8GB / 12GB

સ્ટોરેજ: 128GB / 256GB , 256GB સુધી વધારી શકાય તેવું

મેઈન કેમેરો: 50+40+13+64 મેગાપિક્ષલ , Optical Image Stabilisation (OIS) અને 100x ઝૂમ સાથે

સેલ્ફી કેમેરો: 13 મેગાપિક્ષલ

બેટરી: 4360 mAh

ચાર્જર: 66W આઉટપુટ વાળુ ફાસ્ટ ચાર્જર, USB ટાઈપ C કેબલ સાથે , 55Wનું વાયરલેસ ચાર્જર અને રીવર્સ ચાર્જરના સપોર્ટ સાથે

કનેક્ટિવિટી: 4G, Wi-Fi 802.11 ax, Bluetooth v5.2, GPS/A-GPS અને NFC

સેન્સર: Barometer, Gyroscope, Proximity Sensor Ambient Light Sensor, Hall Sensor, Infrared Sensor, Gravity Sensor, Colour Temperature Sensor અને Camera Laser Focus Sensor

માપ: 158.8x 72.8x 8.25 mm

વજન: 195 ગ્રામ

Huawei P50ની વિશેષતા....

સ્ક્રીન: 6.5 ઇંચની OLED Flat ડિસ્પ્લે, 90 Hz રીફ્રેશ રેટ સાથે

પ્રોસેસર: Qualcomm Snapdragon 888 SoC

ઓપરેટિંગ સિસ્ટમ: Android 11 પર આધારિત HarmonyOS 2

રેમ: 8GB

સ્ટોરેજ: 128GB / 256GB , 256GB સુધી વધારી શકાય તેવું

મેઈન કેમેરો: 50+13+12 મેગાપિક્ષલ , Optical Image Stabilisation (OIS) અને 50x ઝૂમ સાથે

સેલ્ફી કેમેરો: 13 મેગાપિક્ષલ

બેટરી: 4100 mAh

ચાર્જર: 66W આઉટપુટ વાળુ Super ફાસ્ટ ચાર્જર, USB ટાઈપ C કેબલ સાથે

કનેક્ટિવિટી: 4G, Wi-Fi 802.11 ax, Bluetooth v5.2, GPS/A-GPS અને NFC

સેન્સર: Barometer, Gyroscope, Proximity Sensor Ambient Light Sensor, Hall Sensor, Infrared Sensor, Gravity Sensor, Colour Temperature Sensor અને Camera Laser Focus Sensor

માપ: 156.5 x73.8 x7.92 mm

વજન: 181 ગ્રામ


This free site is ad-supported. Learn more