પ્રીમિયમ ડિઝાઇન અને ગુણવત્તા વાળા સ્માર્ટફોન, ટેબલેટ અને કમ્પ્યુટર બનાવવા માટે અમેરિકન કંપની એપલ વર્ષોથી મોનોપોલી ધરાવે છે. એપલ પોતાના પ્રોડક્ટમાં દરેક વસ્તુ ખૂબ સારી ગુણવત્તા વાળી આપે છે જેના કારણે એપલના દરેક પ્રોડક્ટ અડચણરહીત વપરાશ માટે સૌથી ઉમદા છે.

એપલનું ડીવાઈસ ભલે ગમે તે હોય પણ તેમાં અપાતી ઓપરેટિંગ સિસ્ટમ વિશેષતાઓથી ભરેલી હોય છે. એપલ તરફથી આજે પોતાની નવી ઓપરેટિંગ સિસ્ટમ iOS 15 અને iPadOS 15ને પબ્લિક બેટા વર્ઝન તરીકે લોન્ચ કરવામાં આવી છે. એપલ તરફથી તેની આ નવી ઓપરેટિંગ સિસ્ટમની જાહેરાત થોડા સમય પેહલા જ કરવામાં આવી હતી જ્યારે આજે એપલની આ ઓપરેટિંગ સિસ્ટમ ડાઉનલોડ માટે ઉપલબ્ધ છે.

iOS 15 અને iPadOS 15ના બેટા વર્ઝનમાં કેવી રીતે જોડાવવું ?

એપલ તરફથી તેની નવી ઓપરેટિંગ સિસ્ટમનું બેટા વર્ઝન લોન્ચ કરવામાં આવ્યું છે. એપલની બે નવી ઓપરેટિંગ સિસ્ટમ iOS 15 અને iPadOS 15 માટે લોન્ચ કરવામાં આવેલું આ બેટા વર્ઝન કોઈ પણ યુઝર મેળવી શકશે. આ ઓપરેટિંગ સિસ્ટમ મેળવવા માટે યુઝરે સૌથી પેહલા પોતાના એપલ IDને Apple Beta Software Programme સાથે રજિસ્ટર કરાવવું પડશે. રજિસ્ટ્રેશન પત્યા બાદ યુઝર આ પ્રમાણે નવી ઓપરેટિંગ સિસ્ટમ ડાઉનલોડ કરી શકશે.

સેટિંગ્સ>> જનરલ>> સોફટવેર અપડેટ
(Settings>> General>> Software Update)

એપલની આ નવી ઓપરેટિંગ સિસ્ટમ હાલ બેટા વર્ઝન પર હોવાથી તેમાં ઘણી ભૂલો હોવાની શકયતા છે માટે આ નવી ઓપરેટિંગ સિસ્ટમને કામનો ડેટા હોય તેવા ઉપકરણમાં ડાઉનલોડ ન કરવું સલાહભર્યું છે. iOS 15 અને iPadOS 15ને ડાઉનલોડ કરવા માટે સ્માર્ટફોનમાં 50 ટકા ઉપરાંત બેટરી અને ફાસ્ટ ઈન્ટરનેટ કનેક્શન હોવું પણ જરૂરી છે.

આ નવું અપડેટ કોને કોને મળશે ?

iOS 15 : iPhone 6s અને ત્યાર બાદના કોઈ પણ એપલ સ્માર્ટફોનમાં મેળવી શકાશે.

iPadOS 15 : iPad Pro 12.9 inch , iPad Pro 11inch, iPad Pro 10.5 inch, iPad Pro 9.7 inch, iPad, iPad Mini અને iPad Air માં આ અપડેટ મેળવી શકાશે.

iOS 15ની વિશેષતા......

  • એપલનું વિડિયો કોલિંગ સોફટવેર FaceTime આ નવી ઓપરેટિંગ સિસ્ટમમાં એક નવા અવતારમાં જોવા મળશે. FaceTime માં એપલ તરફથી એક નવું SharePlay ફીચર ઉમેરવામાં આવ્યું છે જેની મદદથી વિડિયો કોલમાં જોડાયેલા સૌ કોઈ એક સાથે કોઈ પણ એક વિડિયોનો આનંદ ઉઠાવી શકશે.
  • એપલ મેસેજીંગ એપ iMessage પણ આ નવી ઓપરેટિંગ સિસ્ટમમાં મહત્વના ફેરફાર સાથે આવશે. iMessage માં યુઝરને ચેટ દ્વારા આવેલા ફોટા, આર્ટિકલ, વિડિયો વગેરે વિશેની વધુ જાણકારી ડાયરેક્ટ iMessage એપ દ્વારા મેળવી શકશે.
  • નોટીફિકેશનને આ નવી ઓપરેટિંગ સિસ્ટમમાં એક અનોખું રૂપ આપવામાં આવ્યું છે. જેની સાથે સાથે એક ખૂબ રસપ્રદ ફીચર પણ ઉમેરવામાં આવ્યું છે જેમાં યુઝર પોતાના જરૂરી નોટિફિકેશન સિવાયના લગભગ તમામ નોટીફિકેશનને બંધ કરી શકશે. યુઝર પોતાના સ્માર્ટફોનમાં એક ખાસ Focus Mode સેટ કરી શકશે જેમાં નક્કી કરેલા સમય દરમિયાન ફોન તરફથી તેના યુઝરને કોઈ પણ ritenu ડિસ્ટર્બન્સ નહિ થાય.
  • iOS 15 એક અનોખા અનોખા ફીચર સાથે આવશે જેમાં કોઈ પણ ફોટામાં લખેલું સ્માર્ટફોનમાં શબ્દોના રૂપમાં લઈ શકાશે. સાથેજ સ્માર્ટફોનમાં રહેલા ફોટો માટે એક ખાસ કેપ્ચર મોડ પણ આપવામાં આવ્યો છે જે ફોટોગ્રાફને ખૂબ સરસ ફિલ્મનું રૂપ આપવામાં મદદરૂપ થશે.
  • એપલ તરફથી આપવામાં આવતા Weather એપ પણ આ નવી ઓપરેટિંગ સિસ્ટમમાં અનોખા રૂપમાં જોવા મળશે. એપલનું આ Weather એપ હવેથી વાતાવરણ પ્રમાણે પોતાનું થીમ બદલી આપશે. જેની સાથે વાતાવરણને સરખી રીતે સમજવા માટે આ Weather એપમાં 1000થી પણ વધુ ગ્રાફિક્સના ઓપ્શન પણ આપવામાં આવ્યો છે.

iPadOS 15ની વિશેષતા.....

  • iPadOS 15માં સૌથી વધુ મોટો ફેરફાર હોમ સ્ક્રીન પર કરવામાં આવ્યો છે જેમાં હવેથી એપ્લિકેશન સાથે તેના Widget ને પણ સ્ક્રીન પર મૂકી શકાશે.
  • iPadOS 15માં Game Centre, Apple TV, Photos, Files અને અન્ય એપ્લિકેશનની ફોર્મેટમાં પણ ખૂબ મોટો વધારો કરવામાં આવ્યો છે. જેની સાથે સાથે આ દરેક એપ્લિકેશન હવેથી સ્પ્લિટ સ્ક્રીન વ્યુ સાથે આવશે.
  • એક સાથે વધુ કામ કરવા માટે iPadOS માં ખાસ હેશટેગની સુવિધા ઉમેરવામાં આવી છે જેની મદદથી સંપૂર્ણ ઉપકરણમાં ક્યાંય પણ સ્ટોર કરેલી ફાઇલને હોમ સ્ક્રીન પરથી એક ક્લિક દ્વારા શોધી શકાશે.
  • iPadOS 15માં દરેક એપ્લિકેશનને અલગ ભાષામાં અનુવાદ કરીને વાપરી શકાશે. આ અલગ ભાષા વાળુ ફીચર iPad સાથે આપવામાં આવતું પેનમાં પણ લાગુ પડશે જેમાં હવેથી યુઝર કોઈ પણ ભાષામાં iPadમાં હાથથી લખવાનો લાભ લઈ શકશે.

This free site is ad-supported. Learn more