ભારતીય સ્માર્ટફોન બ્રાન્ડ Micromax તરફથી આજે ભારતમાં તેનો નવો બજેટ સ્માર્ટફોન Micromax In 2b લોન્ચ કરવામાં આવ્યો છે. Micromax તરફથી ગયા વર્ષે તેની બજેટ શ્રેણીનો સ્માર્ટફોન Micromax In 1b લોન્ચ કરવામાં આવ્યો હતો જેને ખૂબ સારો પ્રતિસાદ મળતા આ વર્ષે Micromax તરફથી બીજો બજેટ સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યો છે.

Micromax In 2b એક બજેટ સ્માર્ટફોન છે જેમાં આ કંપની તરફથી ઘણી સારી વિશેષતાઓ આપવામાં આવી છે. Micromax તરફથી તેના આ ફોનમાં મોટી સ્ક્રીન, Unisoc નું મધ્યમ પરફોર્મન્સ આપતું પ્રોસેસર , મોટી બેટરી વગેરે જેવી સુવિધાઓ આપવામાં આવી છે. Micromax તરફથી તેના આ ફોનને ખૂબ પાતળો પણ રાખવામાં આવ્યો છે જેના કારણે હાથમાં પકડતા સમયે આ ફોન પર પકડ બની રહે છે. Micromax તરફથી તેના આ નવા સ્માર્ટફોનના કલર ઓપ્શન પણ ખૂબ રસપ્રદ આપવામાં આવ્યા છે.

Micromax In 2bની કિંમત અને કલર ઓપ્શન:

4GB + 64GB - ₹7,999
6GB + 64GB - ₹8,999

કલર ઓપ્શન: Black, Blue અને Green

Micromax In 2b સ્માર્ટફોનને ભારતમાં પ્રથમ વખત Micromaxinfo.com અને ફ્લિપકાર્ટે પરથી ખરીદી શકાશે. આ સ્માર્ટફોન ભારતમાં 6 ઓગસ્ટ બપોરે બાર વાગ્યાથી મળતો થશે.

Micromax In 2bની વિશેષતા.....

સ્ક્રીન: 6.52 ઇંચની HD+ Waterdrop ડિસ્પ્લે

પ્રોસેસર: ઓક્ટા કોર Unisoc T610 SoC

ઓપરેટિંગ સિસ્ટમ: Android 11

રેમ: 4GB / 6GB

સ્ટોરેજ: 64GB , 256GB સુધી વધારી શકાય તેવું

મેઈન કેમેરો: 13+2 મેગાપિક્ષલ

સેલ્ફી કેમેરો: 5 મેગાપિક્ષલ

બેટરી: 5000 mAh

ચાર્જર: 10W આઉટપુટ વાળુ , USB ટાઈપ C કેબલ વાળુ સ્ટાન્ડર્ડ ચાર્જર

કનેક્ટિવિટી: 4G LTE , VoWiFi, LTE, Wi-Fi 802.11 ac, Bluetooth v5 અને GPS

સેન્સર: Proximity Sensor, Ambient Light Sensor અને Accelerometer

માપ: 164.31x 75.68x 8.63

વજન: 190 ગ્રામ


This free site is ad-supported. Learn more