Vivo પોતાના ખૂબ સારા કેમેરા વાળા સ્માર્ટફોન દ્વારા ભારતમાં પ્રસિદ્ધ થયેલી બ્રાન્ડ છે. Vivo પોતાના દરેક સ્માર્ટફોનમાં મધ્યમ ભાવે સારો કેમેરો અને સારું પ્રોસેસર આપે છે જેના કારણે ફોટોગ્રાફી રસિયાઓ Vivo ના સ્માર્ટફોન વધુ પસંદ કરે છે. Vivo તરફથી માર્ચ મહીનામાં પોતાની પ્રથમ ફ્લેગશિપ સ્માર્ટફોન સીરીઝ Vivo X60 લોન્ચ કરવામાં આવી હતી જેને ભારત સહિત દુનિયાભરમાં ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો. Vivo તરફથી આજે તેની આ ફ્લેગશિપ સીરીઝનો નવો સ્માર્ટફોન Vivo X60t Pro+ ચીનમાં લોન્ચ કરવામાં આવ્યો છે.

Vivo તરફથી પોતાનો પ્રથમ ફ્લેગશિપ સ્માર્ટફોન આ વર્ષે માર્ચમાં લોન્ચ કરવામાં આવ્યો હતો જ્યારે અને Vivo તરફથી તેનો અન્ય એક મોંઘો સ્માર્ટફોન ચીન ખાતે લોન્ચ કરવામાં આવ્યો છે. Vivo તરફથી તેના આ નવા ફોનમાં દુનિયાનું સૌથી ફાસ્ટ એન્ડ્રોઈડ
પ્રોસેસર આપવામાં આવ્યું છે. જેની સાથે Vivo તરફથી તેના આ ફોનમાં ખૂબ ઊંચી ગુણવત્તા વાળુ કેમેરા સેટઅપ અને મોટી બેટરી જેવી વિશેષતાઓ પણ આપવામાં આવી છે.

Vivo X60t Pro+ સ્માર્ટફોનની કિંમત અને કલર ઓપ્શન વિશેની જાણકારી આ પ્રમાણે છેઃ

8GB + 128GB - ¥4,999 (₹57,400)
12GB + 256GB - ¥5,999 (₹68,900)

કલર ઓપ્શન: Classic Orange અને Dark Blue

Vivo X60t Pro+ સ્માર્ટફોન હાલ Vivoની ચીનની વેબસાઈટ પર ખરીદી માટે ઉપલબ્ધ છે.

Vivo X60t Pro+ની વિશેષતા.....

સ્ક્રીન: 6.56 ઇંચની Full HD+ AMOLED ડિસ્પ્લે, 120Hz રીફ્રેશ રેટ સાથે

પ્રોસેસર: Qualcomm Snapdragon 888 SoC , Aderno 660 GPU સાથે

ઓપરેટિંગ સિસ્ટમ: Android 11 પર આધારિત Origin OS 1.0

રેમ: 8GB / 12GB LPDDR5 રેમ

સ્ટોરેજ: 128GB / 256 GB  UFS 3.1 સ્ટોરેજ

મેઈન કેમેરો: 50+48+12+8 મેગાપિક્ષલનો Sony IMX598 કેમેરો , Gimbal Stabilisation સાથે

સેલ્ફી કેમેરો: 32 મેગાપિક્ષલ

બેટરી: 4200 mAh

ચાર્જર: 55W આઉટપુટ વાળુ ફાસ્ટ ચાર્જર, USB ટાઈપ C કેબલ સાથે

કનેક્ટિવિટી: 5G, Wi-Fi 6, Bluetooth v5.2, GPS અને NFC

સેન્સર: Colour Temperature Sensor, Ambient Light Sensor, Proximity Sensor, E-Compass, Gyroscope અને Lasser Focus Sensor

માપ: 158.59 x73.35 x9.10 mm

વજન: 190.6 ગ્રામ


This free site is ad-supported. Learn more