Lenovo પોતાના પ્રોડક્ટમાં હમેશા ખૂબ સારી વિશેષતા આપવા માટે જાણીતી બ્રાન્ડ છે. Lenovo તરફથી આવતા લેપટોપ તેની પ્રીમિયમ ડિઝાઇન અને સારી વિશેષતાઓ માટે પસંદ કરવામાં આવે છે. Lenovo તરફથી આવતી Thinkbook સીરીઝના લેપટોપ 2 ઇન 1 પ્રકારના હોય છે માટે આ લેપટોપને ટેબલેટ અને કોમ્પ્યુટર બંને રૂપમાં વાપરી શકાય છે. Lenovo તરફથી આજે પોતાની આ Thinkbook સીરીઝના બે નવા લેપટોપ Thinkbook 13x અને Thinkbook Plus 2 ચીનમાં લોન્ચ કરી દેવામાં આવ્યા છે.

Lenovo તરફથી આજે ચીનમાં પોતાના બે નવા લેપટોપ લોન્ચ કરવામાં આવ્યા છે. Lenovo ના Thinkbook પ્રકારના લેપટોપ ટચસ્ક્રીન સાથે આવતા હોવાથી તેને વધુ પસંદ કરવામાં આવે છે. Lenovo તરફથી આજે ચીનમાં લોન્ચ કરવામાં આવેલા બંને લેપટોપમાં આ કંપની તરફથી Intel ના સૌથી સારા પ્રોસેસર આપવામાં આવ્યા છે. Lenovo ના આ બંને લેપટોપ 2.5K ડિસ્પ્લે સાથે આવશે જેથી આ લેપટોપના ઉપિયોગ સમયે આંખોને ખાસ રાહત મળશે. Lenovo ના આ બંને લેપટોપ ખાસ 180° હીંજ સાથે આવશે જેના લીધે આ લેપટોપને જરૂર પડ્યે ટેબલેટની જેમ પણ વાપરી શકાશે.

Lenovo તરફથી આજે લોન્ચ કરવામાં આવેલા તેના બંને લેપટોપ પ્રીમિયમ પ્રકારના લેપટોપ છે જેની કિંમત આ કંપની તરફથી ખૂબ વધુ રાખવામાં આવી છે. Lenovo Thinkbook 13x અને Thinkbook Plus 2 લેપટોપની કિંમત વિશેની જાણકારી આ પ્રમાણે છેઃ

Lenovo Thinkbook 13x
I5 11th Gen - ¥6,999 (₹80,000)
I7 11th Gen - ¥7,799 (₹89,200)

કલર ઓપ્શન: Dark Grey અને Silver

Lenovo Thinkbook Plus 2
I5 11th Gen - ¥9,399 (₹1.07 લાખ)
I7 11th Gen - ¥10,399 (₹1.18 લાખ)

કલર ઓપ્શન: Dark Grey

Lenovo ના આ બંને લેપટોપ આજથી પ્રિ બુકિંગ માટે Lenovo China ની વેબસાઈટ પર ઉપલબ્ધ છે. ખરીદી માટેની ઉપલબ્ધિ વિશે વાત કરીએ તો Lenovo Thinkbook 13x જૂન 8થી અને Thinkbook Plus 2 જૂન 6થી ચીનમાં ખરીદી માટે ઉપલબ્ધ થશે. Lenovo તરફથી તેના આ બંને લેપટોપ માટેની આંતરાષ્ટ્રીય ઉપલબ્ધિ વિશે હજી સુધી કોઈ માહિતી આપવામાં આવી નથી.

Lenovo Thinkbook 13x ની વિશેષતા.....

સ્ક્રીન: 13.3 ઇંચની 2.5K LED બેકલિટ ડિસ્પ્લે , Dolby Vision ના સપોર્ટ સાથે

પ્રોસેસર: Intel I5 11th Gen i5-11210U / Intel I7 11th Gen i7-1160G7

ગ્રાફિક્સ: Intel Iris Xe 

ઓપરેટિંગ સિસ્ટમ: Windows 10 Home (Chinese Version)

રેમ: 16 GB DDR4 રેમ , 4,266Hz સ્પીડ સાથે

સ્ટોરેજ: 512 GB M.2 NVMe PCie SSD

બેટરી: 53Whr

ચાર્જર: 65W આઉટપુટ વાળુ ફાસ્ટ ચાર્જર

કનેક્ટીવિટી: WiFi 6 અને Bluetooth v5.0

પોર્ટ: બે Thunderbolt 4 USB ટાઈપ C પોર્ટ અને એક 3.5mm હેડફોન જેક

જાડાઈ: 13.9 mm

વજન: 1.16 કિલો

Lenovo Thinkbook Plus 2ની વિશેષતા...

સ્ક્રીન: 13.3 ઇંચની 2.5K LED બેકલિટ ડિસ્પ્લે , Dolby Vision ના સપોર્ટ સાથે

પ્રોસેસર: Intel I5 11th Gen i5-11210U / Intel I7 11th Gen i7-1160G7

ગ્રાફિક્સ: Intel Iris Xe 

ઓપરેટિંગ સિસ્ટમ: Windows 10 Home (Chinese Version)

રેમ: 16 GB DDR4 રેમ , 4,266Hz સ્પીડ સાથે

સ્ટોરેજ: 512 GB M.2 NVMe PCie SSD

બેટરી: 53Whr

ચાર્જર: 65W આઉટપુટ વાળુ ફાસ્ટ ચાર્જર

કનેક્ટીવિટી: WiFi 6 અને Bluetooth v5.0

પોર્ટ: બે Thunderbolt 4 USB ટાઈપ C પોર્ટ અને એક 3.5mm હેડફોન જેક

જડાઈ: 13.9 mm

વજન: 1.16 કિલો


This free site is ad-supported. Learn more