પાછલા અમુક વર્ષોમાં ઈન્ટરનેટનો ઉપિયોગ ખૂબ વધ્યો છે જેના લીધે સાઇબરએટેકના જોખમમાં પણ ધરખમ વધારો જોવા મળ્યો છે. ગયા વર્ષે કોરોના આવ્યા પછી લગભગ દરેક સંસ્થાના કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ કરવું ફરજિયાત બન્યું છે જેના લીધે તેઓ સીક્યોર નેટવર્ક નથી મેળવી શકતા અને સાઇબરએટેકનો ખતરો વધે છે. આ ખતરો પેહલા પણ હતો પણ મે મહિના દરમ્યાન થયેલા સાઇબરએટેકનો આંકડો ચોંકાવનારો છે. પાછલા ઘણા સમયથી દુનિયાભરમાં સાઇબરએટેકના બનાવ ખૂબ બની રહ્યા છે તેમાં પણ વિકાસશીલ દેશોમાં તો આ આવા બનાવોની સંખ્યા હદ પાર કરી ગઇ છે.

ચેક પોઇન્ટ રિસર્ચ (CPR) નામની એક સંસ્થાએ વધતા જતા સાઇબરએટેક વિશે એક રિપોર્ટ તૈયાર કર્યો છે જેમાં એશિયાઇ દેશમાં થઇ રહેલા સાઇબરએટેકનો ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. CPRના રિપોર્ટ અનુસાર એશિયામાં દર અઠવાડિયે 1245 સંસ્થા પર સાઇબરએટેક કરવામાં આવે છે. આ આંકડો પાછલા અમુક વર્ષોમાં 168% વધ્યો હોવાનું CPR તરફથી આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. CPR તરફથી તેના આ રિપોર્ટમાં માસિક એટેકનું પણ પ્રમાણ અપાવમાં આવ્યું છે જેમાં એપ્રિલ મહિના કરતાં મે મહિનામાં વધુ એટેક થયા હોવાના જણાય છે. CPR અનુસાર એપ્રિલ 2021માં થયેલા એટેક કરતા મે 2021માં થયેલા સાઇબરએટેકની સંખ્યા 53% ટકા વધુ હતી.

CPR દ્વારા પોતાના આ રીપોર્ટના તે પણ જણાવાયું છે કે આ પ્રકારના એટેકમાં રેન્સમવેર અને રીમોટ એક્સેસ ટ્રોઝન (RAT) નો સૌથી વધુ ખતરો રહે છે. આ પ્રકારના એટેકના રેન્સમવેર અને રીમોટ એક્સેસ ટ્રોઝન (RAT) ની સંખ્યા મે 2020 કરતા મે 2021માં 26 ટકા વધી ગઈ છે. CPR ના કેહવા પ્રમાણે આ પ્રકારના એટેકના બીજા નંબરે ડેટા થેફ્ટ(ચોરી) નો પણ ખતરો રહે છે જેની માત્રામાં પણ ગયા વર્ષ કરતા આ વર્ષે મે મહિનામાં 10 ટકાનો વધારો જોવા મળ્યો છે. આ આંકડા માત્ર એશિયાઈ દેશો માટે છે માટે ઘણા વધુ છે.

ચેક પોઇન્ટના આ ડેટા લિસ્ટમાં એશિયાના અમુક દેશના નામ પણ આપવામાં આવ્યા છે જેમાં જાપાન, મલેશિયા, સિંગાપોર, તાઇવાન અને ઈન્ડોનેશિયાનો સમાવેશ થાય છે. આ દેશમાં પાછલા એક મહિનામાં સૌથી વધુ સાઇબરએટેક નોંધાયા છે. CRP અનુસાર ઈન્ડોનેશિયામાં દર અઠવાડિયે સૌથી વધુ સાઇબરએટેક નોંધાયા છે જેની સંખ્યા 3,311 છે. આ લિસ્ટમાં બીજા નંબરે દર અઠવાડિયે 2,523 એટેક સાથે તાઇવાન છે, જ્યારે ત્રીજા નંબરે આ લિસ્ટમાં 986 એટેક સાથે મલેશિયા છે. આ લિસ્ટમાં ચોથા અને પાંચમા ક્રમે સિંગાપોર અને જાપાન છે જેનો સાપ્તાહિક સાઇબરએટેકનો આંકડો અનુક્રમે 792 અને 558 છે. આ લિસ્ટમાં ભારત નથી કારણ કે ગયા મહિને ભારતમાં તેના પેહલાના મહિના કરતા માત્ર 1% વધુ સાઇબરએટેક નોંધાયા છે. ભારતમાં મે મહિના દરમ્યાન સરેરાશ 1,749 સાઇબરએટેક નોંધાયા છે.

આ પ્રકારના સાઇબરએટેક કોને સૌથી વધુ અસર પોહચાડે છે તેની વાત કરીએ તો નાના ઉદ્યોગો, સોફ્ટવેર કંપની અને અમુક બેંક ખાતાઓને આ પ્રકારના એટેકના સૌથી વધુ અસર પોહચી છે. પાછલા એક વર્ષમાં આ ત્રણેય કેટેગરી પર થયેલા એટેકની માત્રા ઘણી વધી છે. નાના ઉદ્યોગો, સોફ્ટવેર કંપની અને બેંક ખાતા પર થયેલા એટેકના આંકડા વિશે વાત કરીએ તો દર અઠવાડિયે તેમની પર થયેલા એટેક અનુક્રમે 1590,1794 અને 500 છે.


This free site is ad-supported. Learn more